-
શહેરના વિવિધ વિસ્તારમાં તોફાની તત્વોનો આતંક
-
તલવાર અને છરીઓ વડે આતંક મચાવતા ચકચાર
-
અજીત મીલ ચાર રસ્તા પાસે જૂની અદાવતે ધમાલ
-
ફરિયાદીને માર મારવાના ઈરાદે આરોપીઓ પહોચ્યા
-
પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ શહેરમાં ગુનાખોરીએ ફરીથી માથુ ઉચક્યુ હોય તેમ લાગી રહ્યું છે. રખિયાલ વિસ્તારમાં અજીત મીલ ચાર રસ્તા પાસે અજીત રેસીડેન્સીમાં જૂની અદાવતે ટોળાએ તલવારો સાથે સોસાયટીમાં હુમલો કર્યો હતો.
અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસમાં 4 મોટી બબાલની ઘટના સામે આવી છે. જેમાં રખિયાલ વિસ્તારમાં તલવારો સાથે ટોળું ધસી આવ્યાના દ્રશ્ય સામે આવ્યા છે, જ્યારે જુહાપુરામાં 2 દિવસ પહેલા મંડલી ગેંગ અને બક્ષી ગેંગ વચ્ચે તલવારો ઉછળી હોવાની ઘટના બની હતી.
આ ઘટના હજુ શાંત નહોતી થઈ ત્યાં ગત મોડીરાતે ફરીથી તલવારો ઉછળી હતી. રખિયાલ વિસ્તારમાં અજીત મીલ ચાર રસ્તા પાસે અજીત રેસીડેન્સીમાં 10થી વધુ લોકોના ટોળાએ તલવારો સાથે સોસાયટીમાં હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
જેમાં એક કા તીન કૌભાંડ તેમજ ફાયરીંગ જેવા અનેક કેસોમાં સંડોવાયેલા કુખ્યાત આરોપીઓએ તેની ગેંગ સાથે મળીને 2 લોકો પર તલવાર વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સહિત વાઇરલ વિડિયો પણ સામે આવ્યા છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપી તેમજ ફરિયાદ કરનાર સુંદરમનગર બાપુનગરમાં બાજુ-બાજુમાં રહે છે, અને જૂના ઝઘડા ચાલતા હોવાથી ગત તા. 14 એપ્રિલ-2025ની રાત્રે કોઈ સામાજિક પ્રસંગે રખિયાલમાં ભેગા થયા હતા.
જૂની અદાવત અંગે મનદુઃખ રાખી ફરિયાદીના ઘરે અજિત રેસીડેન્સી રખિયાલ ખાતે આરોપીઓ ફરિયાદીને માર મારવાના ઈરાદે હાથમાં તલવારો તેમજ છરા લઈને આવી પહોંચ્યા હતા. તો બીજી તરફ, આ મામલે અમદાવાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.