અમદાવાદ : હેલિકોપ્ટરમાંથી નિહાળો "કર્ણાવતી" નગરી, નવ મિનિટનું 2,360 રૂા. ભાડુ

નવા વર્ષના પ્રથમ દિવસથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરને હવે હેલિકોપ્ટરમાંથી જોઇ શકાશે.

New Update
અમદાવાદ : હેલિકોપ્ટરમાંથી નિહાળો "કર્ણાવતી" નગરી, નવ મિનિટનું 2,360 રૂા. ભાડુ

નવા વર્ષના પ્રથમ દિવસથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરને હવે હેલિકોપ્ટરમાંથી જોઇ શકાશે. સાબરમતીના રિવરફ્રન્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી હેલીકોપ્ટરમાં બેસી અમદાવાદ શહેરને જોવા માટે ભાડુ નવ મિનિટ માટે 2,360 રૂપિયા ચુકવવા પડશે. આ ઉપરાંત સુરતથી અમરેલી, અમદાવાદ, રાજકોટ અને ભાવનગરને જોડતી સસ્તા દરની ફલાઇટ સેવા શરૂ કરવામાં આવી છે.

તાજેતરમાં અમદાવાદથી કેવડીયા સુધી સી- પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. હાલ સી- પ્લેન સેવાનું બાળમરણ થઇ ચુકયું છે. રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રી અનેકવખત સી-પ્લેન શરૂ થશે તેવા આશ્વાસનો આપી ચુકયાં છે પણ હજી સુધી ચાલુ થયું નથી ત્યારે અમદાવાદ દર્શન માટે શરૂ થયેલી હેલિકોપ્ટર સેવા કેટલા સમય સુધી ચાલે છે તે જોવું રહયું...

Latest Stories