અમદાવાદ : સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસના 49 આરોપીઓની સજાનું કાલે થઇ શકે છે એલાન

અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠરેલા 49 આરોપીઓની સજાનું એલાન થાય તેવી સંભાવના છે.

અમદાવાદ : સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસના 49 આરોપીઓની સજાનું કાલે થઇ શકે છે એલાન
New Update

અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠરેલા 49 આરોપીઓની સજાનું એલાન થાય તેવી સંભાવના છે...

અમદાવાદમાં 2008માં શ્રેણીબધ્ધ બોંબ ધડાકાના કેસમાં 49 આરોપીઓની સજાની જાહેરાત હજી બાકી રાખવામાં આવી છે. મંગળવારે વિશેષ કોર્ટે દ્વારા 49 આરોપીઓને દોષી જયારે 28 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયાં છે. તારીખ 9મીના રોજ 49 આરોપીઓને સજાનું એલાન કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલે સજા અંગે આરોપીઓને સાંભળવામાં આવે તેવી અરજી કરી હતી. બચાવ પક્ષની અરજીના સંદર્ભમાં આવતીકાલે શુક્રવારના સુનાવણી હાથ ધરવામાં આવશે. જો સુનાવણી પુર્ણ થઇ જશે તો કોર્ટ આરોપીઓને સજાનું એલાન કરી શકે છે..

#ConnectGujarat #BeyondJustNews #Ahmedabad #punishment #justice #verdict #Hearing #SpecialCourt #AhmedababBombBlast #IndianMujahidin #GovernmentPleader
Here are a few more articles:
Read the Next Article