/connect-gujarat/media/post_banners/df8917e1a2f99dc521b05f2b3dafd0b6575c708ba09ce6b42af5ad39faffdc7f.webp)
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે વધુ એક લૂંટનો બનાવ બનતા અટક્યો છે. પિસ્તોલ, દેશી તમંચા અને કારતૂસ જેવા હથિયારો સાથે આંગડિયા પેઢીમાં ધાડ પાડવાની ઇરાદે જઈ રહેલા આરોપીને પકડવામાં ટ્રાફિક પોલીસ સફળ થઈ હતી.
અમદાવાદ શહેર પર આવનારી મોટી આફત ટ્રાફિક પોલીસની સૂચકતાથી બચી ગઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન પોલીસે એક કારને રોકી અને ચેકિંગ દરમિયાન અંદર બેઠેલા લોકો ભાગવા લાગ્યા હતા. થોડી જ વારમાં ટ્રાફિક પોલીસે તેમનો પીછો કરતા એક વ્યક્તિ પકડાયો હતો. કારમાંથી ત્રણ હથિયાર અને જીવતા કારતૂસ જ મળી આવ્યા હતા.ટ્રાફિકના ડીસીપી સફીન હશને આ શખસની પૂછપરછ કરતા આ વ્યક્તિ ધ્રાંગધ્રા, અમદાવાદ શહેર અને અન્ય જગ્યાએ લૂંટ અને ધાડ માટે રેકી કરી ચૂક્યા હતા. જેલમાંથી શરૂ થયેલો પ્લાન અંજામ આપવા જાય તે પહેલાં જ આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવવાનો પ્લાન વર્ષ 2017માં જ્યારે આરોપી મોહમ્મદ ઇમરાન અને સમીર ધ્રાંગધ્રા ઉર્ફે ભૂરીયો અશરફાન પઠાણ સેન્ટ્રલ જેલમાં બંધ હતા ત્યારથી જ કાઢી નાખ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા ઝડપાયેલા કારચાલક આરોપીને ક્રાઈમ બ્રાન્ચને હવાલે કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે. આરોપીની પૂછપરછ કરતા લૂંટને અંજામ આપવાની વાત સામે આવી છે.