અમદાવાદ : CMની ઉપસ્થિતિમાં 'એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ સમારોહ યોજાયો

'એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડનું આયોજન કરાયું, રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરી એવોર્ડ અપાયા

New Update
અમદાવાદ : CMની ઉપસ્થિતિમાં 'એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ સમારોહ યોજાયો

અમદાવાદ સાયન્સ સિટી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 'એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ 2022 આયોજન કરવામાં આવ્યું હતું.આ વખતે અનોખી રીતે એવોર્ડ એનાયતા કરાતા મહેમાનો મંત્રમુગ્ધ થયા હતા.

અમદાવાદ સાયન્સ સિટી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ 2022 આયોજન કરવામાં આવ્યું હતું . આ અવસરે એવોર્ડ વિજેતાઓને સૌને અભિનંદન પાઠવતા ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું, કોરોનાકાળમાં ટુરિઝમ સેક્ટરને ખૂબ મોટો ફટકો પડ્યો હતો પણ હવે આ સેક્ટરને સુખ જોવાનો સમય આવ્યો છે. સૌ પ્રથમ વખત રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરી કોબટઁ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવતા મહેમાનો મંત્રમુગ્ધ થયા હતા.સીએમ ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ટુરિઝમનો ગ્રોથ બે દાયકા પહેલાં 1.25 ટકા હતો. તત્કાલીન મુખ્યમંત્રી આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શન અને પ્રયાસથી આજે આ ગ્રોથ 18% પહોંચી ગયો છે. આમ આજે ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ કર્યો તેમાં એક મહત્વનું ક્ષેત્ર પ્રવાસન ક્ષેત્ર પણ સતત પ્રગતિ કરી રહ્યું છે. આજે વર્લ્ડમાંથી લોકો સીધા ગુજરાત પ્રવાસ પર આવતા થયા છે અને એ માત્ર નરેન્દ્ર મોદીના પ્રયાસોથી થયું છે. ત્યારે આપણે સૌ નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવાના છે એમ તેમણે ઉમેર્યું હતું.

Latest Stories