/connect-gujarat/media/post_banners/c91e6701f4658b73a60f9bc33f910c10692307ecfdaf9f42803b9bdff55eb173.jpg)
અમદાવાદ શહેરના કણભા વિસ્તારમાંથી હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં સૌથી મોટો ખુલાસો થતાં પોલીસને મોટી સફળતા મળી છે. હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં પોલીસ 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સગીરાનું અપહરણ કરનાર અશોકની પૂછપરછ બાદ સગીરાને ખરીદનાર એજન્ટ ઝડપાયો હતો. હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં પાલનપુરના ચહેરનું નામ ખુલ્યું છે. ચહેરે અત્યાર સુધી 8 યુવતીને વેચી હોવાનું સામે આવ્યું છે. ચહેર છોકરીઓને રાજસ્થાનમાં લઈ જઈને વેચતો હતો. 6 મહિના પહેલા 2022માં અમદાવાદની એક યુવતી ગુમ થઈ હતી. અસારવાની યુવતીનું અપહરણ કરી તેને સુરેન્દ્રનગરમાં વેચવામાં આવી હતી.
ત્યારબાદ અમદાવાદની એક યુવતીને વેચી હતી જેને છોડાવવામાં આવી છે. પોલીસે આ મામલે ચહેર અને અમૃત સહિત 4 એજન્ટોને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, આરોપીઓ ગુજરાતની યુવતીઓનું અપહરણ કરીને રાજસ્થાન લઇ જતા હતા, અને વેચી મારતા હતા. પોલીસે અગાઉ વેચવામાં આવેલી છોકરીને મુક્ત કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. કણભામાં હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં અગાઉ પકડાયેલ મુખ્ય આરોપી અશોક પટેલની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આરોપી અશોકે મોજશોખ માટે કુટણખાના જવાની ટેવ બાદ હ્યુમન ટ્રાફિકિંગનું નેટવર્ક શરૂ કર્યું હતું. અશોક પટેલની પત્ની તેના 2 પુત્રો પણ આ નેટવર્કમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. તો બીજી તરફ, અશોક ગરીબ અને ઝુંપડામાં રહેતી સગીરાઓને ટાર્ગેટ કરતો હોવાનો ખુલાસો થયો છે.