Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મુખ્યમંત્રી અને પોલીસ કમિશ્નરે કરી શસ્ત્રોની પુજા, દશેરાના પર્વની અનોખી પરંપરા

X

નવરાત્રી નો અંતિમ દિવસ એટલે માતાજીની આરાધના કરવાનો અંતિમ દિવસ છે. દશેરાના દિવસે અસત્ય પર સત્યના વિજયના વધામણા લેવામાં આવે છે. દશેરાના દિવસે પોલીસ વિભાગ શસ્ત્રો તથા અશ્વોનું પુજન કરતાં હોય છે. ખેડુતો અને અન્ય કારીગર વર્ગ તેમના ઓજારોનું પુજન કરે છે. દશેરાના દિવસની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ ખાતે આજે સવારે સંજય શ્રીવાસ્તવની હાજરીમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરે જણાવ્યું હતુ કે આજે દશેરા દિવસ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. દશેરા દિવસ રાવણનું દહન પણ કરવામાં આવે છે. ભગવાન શ્રીરામ પણ રાવણ પર વિજય મેળવવા આજના દિવસે શસ્ત્ર પૂજા કરી હતી ત્યારથી આ પ્રથા ચાલી આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરીકોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ નિવાસસ્થાને આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના આ ઉત્સવે આપણે સૌએ પણ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે.

Next Story