Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : દેશના પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો ગીફટ સીટીમાં થશે પ્રારંભ

X

રાજયના પાટનગર ગાંધીનગર ખાતે આવેલી ગીફટ સીટીમાં હવે દેશના પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એકસચેન્જનો પ્રારંભ થશે. તારીખ પહેલી ઓકટોબરના રોજ બુલિયન એકસચેન્જ સેન્ટરનો ઉદઘાટન સમારંભ યોજાશે અને તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાયું છે....

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર ઓથોરિટીના સ્થાપના દિવસ પહેલી ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થઇ રહ્યું છે. ભારતમાં સોનાનો ઉપયોગ સૌથી વધુ છે. આ એક્સચેન્જ સોનાનો ભાવ નક્કી કરશે જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણેના હશે. સોનાના ભાવમાં રહેલી વિસંગતતા, જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ અને સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે ભારત સરકારે નવી ગોલ્ડ પોલિસી બનાવી છે. દેશમાં અત્યારે સોનાના ભાવ નક્કી કરવા માટે કોઈ ઠોસ પદ્ધતિ નથી અને એટલે જ દરેક શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે અને તેમાં પણ બે શહેરો કે રાજયોના ભાવ વચ્ચે મોટો તફાવત રહે છે. ગોલ્ડ એક્સચેન્જ બનવાથી સોનાના ભાવમાં સમાનતા આવશે. બજારમાં પ્રાઇસ મિકેનિઝમ આવશે અને તેનો સીધો જ લાભ ગ્રાહકોને મળશે. એટલું જ નહીં એક્સચેન્જ શરૂ થયા પછી સોનાની કિંમત અને ગુણવત્તામાં પારદર્શિતા આવશે. આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જમાં 5 ગ્રામ થી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થઇ શકશે વિશ્વમાં ન્યૂયોર્ક, શિકાગો, લંડન, દુબઇ ગોલ્ડ એક્સચેન્જ અને શાંઘાઇમાં સ્પોટ બુલિયન એક્સચેન્જ છે. હવે નવું સ્પોટ એકસચેન્જ ગુજરાતના ગિફ્ટ સિટીમાં આવી રહ્યું છે.

Next Story