અમદાવાદ : મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ, 'જ્ઞાન જ્યોતિ પર્વ'માં રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિતે 'જ્ઞાન જ્યોતિ પર્વ' સાથે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદ : મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ, 'જ્ઞાન જ્યોતિ પર્વ'માં રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત
New Update

ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા અમદાવાદ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિતે 'જ્ઞાન જ્યોતિ પર્વ' ઉજવાયું હતુ. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ ખાતે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિતે 'જ્ઞાન જ્યોતિ પર્વ' સાથે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 'જ્ઞાન જ્યોતિ પર્વ'માં યુવાનો દ્વારા દેશભક્તિના ગીતો પર નૃત્ય કરવામાં આવ્યું હતું, અને સામાજિક વિષયો પર જાગૃતતા લાવવા અંગે નાટક પણ રજૂ કરાયું હતું. જ્ઞાન જ્યોતિ પર્વના આયોજન બદલ આર્ય સમાજને શુભેચ્છાઓ પાઠવતા રાજ્યપાલએ પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોને દેશભરમાં પ્રસ્થાપિત કરવાના ધ્યેય સાથે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે તા. 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતેથી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિના આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે જ “જ્ઞાન જ્યોતિ પર્વ”ના પાવન અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મની દ્વિ-શતાબ્દીની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે, ત્યારે આપણાં સૌ માટે આનદની વાત એ પણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જયંતિના અવસરે જ્ઞાન જ્યોતિ પર્વનો આરંભ નવી દિલ્હીથી કરાવ્યો હતો. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો એક દૌર ચાલ્યો છે. આ પ્રસંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ધારાસભ્ય જીતુ પટેલ, હર્ષદ પટેલ, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના સુરેશચંદ્ર આર્ય, દીપક ઠક્કર તથા અન્ય મહાનુભાવો અને વિશાળ સંખ્યામમાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

#Gujarat #CGNews #CM Bhupendra Patel #Ahmedabad #Birth anniversary #governor #Maharishi Dayanand Saraswati #Gyan Jyoti Parva
Here are a few more articles:
Read the Next Article