Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : લખપતથી નીકળેલી બાઇક રેલીનું ભવ્ય સ્વાગત, સીએમ રહયાં ઉપસ્થિત

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત કચ્છના લખપતથી નીકળેલી બાઇક રેલી અમદાવાદ ખાતે આવી પહોંચી હતી.

X

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત કચ્છના લખપતથી નીકળેલી બાઇક રેલી અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં બાઇક રેલીનું સ્વાગત કરાયું હતું..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે કચ્છના લખપતથી નીકળેલી પોલીસ જવાનોની મોટર સાયકલ રેલી અમદાવાદ આવી પહોંચી હતી. દેશની ચારેય દિશામાં આઝાદીનો સંદેશ ગુંજતો કરવા અને રાષ્ટ્રભાવ ઉજાગર થાય તે હેતુથી જમ્મુ કાશ્મીર,ત્રિપુરા અને કેરળથી નિકળેલી મોટર સાયકલ રેલી 31મી ઓક્ટોબરે કેવડીયા પહોચશે. કચ્છના લખપતથી નીકળેલી રેલી શનિવારે અમદાવાદ ખાતે આવી પહોંચી છે. સરદાર પટેલની જન્મ જયંતિએ કેવડીયા સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં આ જવાનો સામેલ થશે. સરદાર સાહેબના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારોને ખરા અર્થમાં સાર્થક થાય તે માટે સંકલ્પબધ્ધ બનવા સૌ નાગરિકોને મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતુ. આ પ્રસંગે પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણ માં 100 કરોડનો લક્ષ્ય પાર કરવાની સિદ્ધિને વધાવતા ફુગ્ગાઓને આકાશમાં છોડાયાં હતાં. આ અવસરે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Next Story
Share it