Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પશ્ચિમ વિસ્તારનું હૃદય સમાન "શિવરંજની" પાણીમાં ગરકાવ, સ્થાનિકોને હાલાકીનો સામનો...

અમદાવાદ શહેરમાં આજે સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અમદાવાદવાસીઓ ફરીથી ક્યાંક ચિંતામાં ગરકાવ થયા છે.

X

અમદાવાદ શહેરમાં આજે સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અમદાવાદવાસીઓ ફરીથી ક્યાંક ચિંતામાં ગરકાવ થયા છે. સતત 1 કલાક વરસેલા વરસાદે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ કરી દીધા હતા. પૂર્વ કે, પશ્ચિમ અમદાવાદ હોય અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો સહિત વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે સતત વરસેલા વરસાદના કારણે ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે અમદાવાદ પશ્ચિમ વિસ્તારનું હૃદય ગણાતા શિવરંજની વિસ્તારની બન્ને તરફ પાણી ભરાયા હતા. અહીના વિસ્તારમાં બ્રિજની બાજુમાં જે મુખ્ય માર્ગ છે તે સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. માર્ગ પર પાણી ભરાતા નોકરી અને વેપાર-ધંધે જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે, છેલ્લા 10 વર્ષથી શિવરંજની વિસ્તારમાં આજ પરિસ્થિતિ સર્જાય છે. મનપાના અધિકારીઓ સહિત નગરસેવકોને અનેક વખત રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

Next Story