અમદાવાદના નિકોલ વિસ્તારમાં પત્નીના પ્રેમી પર ફાયરિંગ કરીને પતિએ હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રેમીનો સદનસીબે બચાવ થયો. પત્ની અને પાડોશી વચ્ચે ચાલતા અનૈતિક સબંધનો બદલો લેવા પતિએ ખૂની ખેલ રચ્યો હતો, ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના નિકોલ પોલીસની ગિરફ્તમાં રહેલ ઇસમે તેની પત્ની સાથે અનૈતિક સંબંધ રાખનાર પ્રેમી ઉપર ફાયરિંગ કર્યું હતું. નિકોલમાં રહેતા 42 વર્ષીય પ્રવીણ પટેલ હીરા લે-વેચનું કામ કરે છે. પ્રવીણભાઈનો સંપર્ક દિનેશ આહીર સાથે થયો હતો. દિનેશ આહિરની મદદથી તેમણે નિકોલમાં એપાર્ટમેન્ટના લીધું હતું. દિનેશ આહીર તેમના પત્ની સાથે તે જ ફ્લેટમાં રહેતા હતા. સાથે રહેવા આવ્યા બાદ પ્રવીણ પ્રજાપતિ અને દિનેશના પત્નીનો પણ સપર્ક થયો હતો. બંનેની આંખ મળી જતા પ્રેમ સંબંધ થયો હતો. આ પ્રેમ સબંધ લાંબો સમય ચાલ્યો નહતો. કારણે પ્રવીણને આ બાબતની જાણ થઈ હતી. જે બાદ દિનેશભાઈ ઘર ખાલી કરીને સુરત જતા રહ્યા હતા. પરતું દિનેશના મનમાં પત્નીના પ્રેમી સાથેનો બદલો લેવાની ભાવનાએ હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. 7 વર્ષ પછી પત્નીના અનૈતિક સંબંધનો બદલો લેવા આરોપી દિનેશ અમદાવાદ આવ્યો હોવાનું પૂછપરછ સામે આવ્યું છે. આરોપી દિનેશએ કબૂલાત કરી હતી કે, સુરતથી અમદાવાદ આવીને દિવસ દરમિયાન પ્રવીણ ઘરની બહાર વોચ રાખીને બેઠો હતો. જોકે, રાત્રીના સમયે પ્રવીણ તેના ફ્લેટની નીચે પાનનાં ગલ્લે આવ્યો, ત્યારે તેમના પર પાછળથી ફાયરિંગ કર્યું હતું, જ્યારે પ્રવીણએ પાછળ જોયું તો રિવોલ્વર વડે દિનેશ આહીર ફાયરિંગ કરી રહ્યો હતો, જેથી આસપાસના લોકો પણ ભેગા થઈ દિનેશ પકડી દીધો હતો. આરોપી દિનેશ રિવોલ્વર યુપીથી 10 વર્ષ પહેલાં લઈને રાખ્યું હતું. જેણે પોતાની સાથે હથિયાર રાખ્યું હોવાનું પણ કબૂલાત કરી છે. એટલું જ નહીં, રિવોલ્વર વડે ફાયરિંગ કરી પ્રવીણને મોતને ધાટ ઉતારવાનો દિનેશે પ્લાન બનાવ્યો હતો. પરંતુ સદ્દનસીબે સ્થાનિકોએ દીનેશને પકડી પોલીસને સોંપ્યો હતો.