Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: શહેરમાં ખાડાનું સામ્રાજ્ય; બિસ્માર બનેલા માર્ગને કારણે લોકોમાં રોષ

X

ચોમાસાની સિઝન શરૂ થતાં જ અમદાવાદ શહેરમાં જાણે રોડ કરતા વધારે ખાડા જોવા મળી રહ્યા છે. એ અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર દરેક જગ્યાએ ખાડાનું સામ્રાજ્ય જોવા મળી આવે છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં ચોમાસામાં વરસાદ પડતા જ રસ્તા ધોવાઇ જાય છે. પણ આ વર્ષે અમદાવાદમાં વરસાદ ઓછો પડ્યો હોવા છતાં પણ ખાડા પડી જતાં તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. સમયસર રસ્તા રીપેરીંગ ન કરતા વાહન ચાલકો ભારે મુશ્કેલી સર્જાય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ બોપલમાં ભારે પ્રમાણ ખાડા જોવા મળી રહ્યો છે. જેના કારણે ભારે પ્રમાણમાં ટ્રાફિક પણ સર્જાય છે. આ ખાડા લગભગ ચાર મહિનાથી છે. ખાડાની કામગીરી ગોકળગાયની જેમ ચાલતી હોવાથી ત્યાંના રહિશોમાં ભારે પ્રમાણમાં રોષ પણ જોવા મળે છે.જેમાં ખાસ કરીને વરસાદ દરમિયાન ચારે બાજુ ખોદકામ થયેલ હોવાથી રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યા પણ જોવા મળી આવે છે. રાજ્ય સરકાર દ્વારા સૂચનથી આગામી 1 થી 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યના તમામ રસ્તા રિપેર કરવાનો આદેશ આપી દેવાયો છે.

બોપલ વિસ્તારમાં આવેલ વેપારી જણાવ્યુ હતુ કે રસ્તા બંધ હોવાથી અનેક મુશ્કેલી સર્જાય રહી છે. ખાડાના કારણે ઘણી વાર અકસ્માત થાય છે. જેને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના પાણીનું નિકાલ ન થતાં પાણીનો ભરાવો પણ વધારે થાય છે. અમદાવાદમાં ખાડાની સમસ્યા દર વર્ષે જોવા મળી આવે છે.

Next Story