અમદાવાદ : ગોતાવાસીઓ ફરી થયા હેરાન પરેશાન, 6 મહિના પહેલા જ બનેલો નવો રોડ ફરી બેસી ગયો..!

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ વંદે માતરમ ચાર રસ્તા પાસે નવો બનેલો રોડ એકાએક બેસી ગયો છે,

New Update
અમદાવાદ : ગોતાવાસીઓ ફરી થયા હેરાન પરેશાન, 6 મહિના પહેલા જ બનેલો નવો રોડ ફરી બેસી ગયો..!

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલ વંદે માતરમ ચાર રસ્તા પાસે નવો બનેલો રોડ એકાએક બેસી ગયો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

અમદાવાદ શહેરનો ગોતા વંદે માતરમ રોડ જેને પોસ વિસ્તાર સહિત ભરચક રોડ કહી શકાય છે. રોજના હજારો વાહનો અહિથી પસાર થતાં હોય છે, ત્યારે 6 મહિના પહેલા જ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલ નવા રોડની એક સાઈડ બેસી ગઈ છે. 4 દિવસથી આ રોડ બેસી ગયો છે. પરતું તંત્ર માત્ર સાવધાનની પટ્ટીઓ લગાવી સંતોષ માને છે. એવું લાગે છે કે, જાણે કોર્પોરેશનન અધિકારીઓને ગોતા વંદે માતરમ વિસ્તારમાં કામ કરવામાં કોઈ રસ નથી. કારણ કે, પહેલા દોઢથી બે વર્ષ સુધી રોડ એક તરફ ખોદી કાઢ્યો હતો, ત્યારે પણ સ્થાનિકોને ત્યાં ઘણી હાલાકી વેઠવાનો વારો આવતો હતો, જ્યારે હવે નવો રોડ માત્ર 6 મહિનામાં જ બેસી ગયો છે. જેના કારણે ભારે ટ્રાફિક જામ થવાની સમસ્યા પણ સર્જાય રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે, હજી સુધી કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટર કોઈ અહિયાં જોવા નથી આવ્યા કે, નથી કામ ચાલુ થયું, ત્યારે કોર્પોરેશન અને કોર્પોરેટરો જાણે ઘોર નિદ્રામાં હોય તેમ લોકોએ આક્ષેપ કર્યો હતો.

Latest Stories