/connect-gujarat/media/post_banners/2ddd7ff1f1396afc29803685bf6ff7d80642e0fe7904d142ecd9087a2bd65e99.jpg)
અમદાવાદમાં રોડ-શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી કેસરી રંગની ટોપી આર્કષણનું કેન્દ્ર બની છે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ તેવો વેશની ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ કરતાં આવ્યાં છે અને તેમનો પહેરવેશ હંમેશા આર્કષણનું કેન્દ્ર બનતો હોય છે. અમદાવાદમાં રોડ- શો દરમિયાન PM મોદીએ અનોખી કેસરી ટોપી પહેરી છે. તેમની સાથે રહેલા CM ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ C.R પાટીલે પણ એવી જ ટોપી પહેરી છે. આવો જાણીએ વડાપ્રધાન મોદીએ પહેરેલી કેસરી કલરની ટોપી વિશે. PM મોદી જ્યાં જાય ત્યાં તેમના પહેરવેશની ચર્ચા જરૂરથી થાય છે.
અમદાવાદ રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદીએ કેસરી ટોપી પહેરી છે. આ ટોપી પણ આગળની બાજુ ભારતીય જનતા પાર્ટીના ચિહ્ન કમળનું નિશાન છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. વિજયની ઉજવણીના પ્રતીક રૂપે વડાપ્રધાને આ કેસરી ટોપી પહેરી છે. તેમણે ઉત્તરપ્રદેશ ચૂંટણીના અંતિમ તબક્કા પહેલા વારાણસીમાં પ્રચાર દરમિયાન કરેલા રોડશોમાં પણ આ જ પ્રકારની કેસરી ટોપી પહેરી હતી.