અમદાવાદ : લમ્પિ ચર્મરોગ પશુ દીઠ રાજ્ય સરકાર તત્કાલ સહાય જાહેર કરે : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના કૈયારી ગામેથી ગૌ વંશમાં પ્રવેસેલો લમ્પિ ચર્મરોગ 3 માસના સમયમાં સમગ્ર કચ્છમાં ફેલાઈ ગયો છે,

New Update
અમદાવાદ : લમ્પિ ચર્મરોગ પશુ દીઠ રાજ્ય સરકાર તત્કાલ સહાય જાહેર કરે : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ

રાજ્યભરમાં ગૌ વંશમાં પ્રવેસેલા લમ્પિ ચર્મરોગના કારણે અનેક પશુઓના મોત નીપજ્યાં છે, ત્યારે કચ્છ જિલ્લામાં લમ્પિ સ્કિન ડિસીઝ અસરગ્રસ્ત વિસ્તારોની રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. તેવામાં મોડે મોડે જાગેલી રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કરી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પશુપાલકોના હિતમાં વિવિધ માંગણીઓ કરી છે.

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના કૈયારી ગામેથી ગૌ વંશમાં પ્રવેસેલો લમ્પિ ચર્મરોગ 3 માસના સમયમાં સમગ્ર કચ્છમાં ફેલાઈ ગયો છે,ત્યારે કચ્છ જિલ્લામાં લમ્પિ રોગથી હાજરોની સંખ્યમા ગૌવંશના મરણ બાદ હવે પશુઓના બચાવ માટે અંતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મંગળવારના રોજ ભુજ ખાતે દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લમ્પિ સ્કિન ડિસીઝ અસરગ્રસ્ત પાંજરાપોળ અને આઇસોલેશન સેન્ટરની મુલાકાત કરવામાં આવી હતી. તો બીજી તરફ અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો, ત્યારે હવે આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી રાજ્ય સરકાર સામે અનેક માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે માંગ કરતાં જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર લમ્પિ વાયરસના કહેર અંગે તત્કાળ સહાય જાહેર કરે, તો સાથે જે માલધારી કે, ખેડૂતોના ઢોર મૃત્યુ પામ્યા છે તેમને પણ આર્થિક સહાય જાહેર કરે. ઉપરાંત આગામી મહિના સુધી ઘાસચારાની પણ રાજ્ય સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. જગદીશ ઠાકોરે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, લમ્પિ સ્કિન ડિસીઝ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરવા મુખ્યમંત્રી મોડે મોડે પણ પહોચ્યા ખરા. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે વહેલી તકે તમામ પશુઓમાં રસીકરણ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સહિતના પ્રતિનિધિ મંડળે 2 દિવસ પહેલા લમ્પિ સ્કિન ડિસીઝ અસરગ્રસ્ત પાંજરાપોળની મુલાકાત લઈ પશુપાલકો સાથે ઊભા રહવાની પણ ખાતરી આપી હતી, ત્યાર બાદ હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવેલી મુલાકાત સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે શાબ્દિક પ્રહારો કર્યા હતા.

Latest Stories