Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : લઘુમતિ સમાજ અંગે આપેલ નિવેદન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને ભારે પડ્યું, જુઓ VHPએ શું કર્યું..!

પાલડી વિસ્તારમાં આવેલ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની દિવાલ પર હજ હાઉસ તેમજ કોંગી નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવતા કોંગી નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો છે.

X

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે લઘુમતિ સમાજ અંગે આપેલ નિવેદન સામે VHP દ્વારા અમદાવાદના પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયનું નામ બદલી હજ હાઉસ લખી કોંગી નેતાઓના પોસ્ટર પર કાળી શાહી કરી દેવાતા વિરોધ વધુ વકર્યો છે.

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની દિવાલ પર હજ હાઉસ તેમજ કોંગી નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવતા કોંગી નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત અને બજરંગ દળના જવલિત મહેતા સહિતના લોકો પર આક્ષેપ થયા છે. જેમાં વહેલી સવારે પાલડી કોંગ્રેસ કાર્યાલય પર પહોંચીને બહાર લાગેલા કોંગી નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાડવામાં આવી હતી.

સમગ્ર મામલે રાજ્યભરમાં કોંગ્રેસ આગેવાનો સહિતના કાર્યકરોમાં રોષ ફાટ્યો છે. તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ 2 દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું કે, દેશની તિજોરી પર સૌથી પહેલો હક લઘુમતિઓનો છે. આ મામલે કોંગ્રેસ તેની વિચારધારા પર અડગ જ રહેશે. જોકે, આ નિવેદનથી દેશને નુકશાનનો અંદાજ હોવા છતાં કોંગ્રેસ વિચારધારા નહીં છોડે તેમ પણ જગદીશ ઠાકોરે અંતમાં ઉમેર્યું હતું. જગદીશ ઠાકોરના આ નિવેદનને લઈને વિવાદ જાગ્યો છે. સમગ્ર મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભાજપને વિકાસની વાત લોકો જાકારો આપે છે, ત્યારે તે છુપાવવા માટે આ કૃત્ય કરાવવામાં આવ્યા છે. હિન્દુ બની બેઠેલા આ સરકાર અમુક યુવાનોને ગેરમાર્ગે દોરી આ કૃત્ય કરવામાં આવ્યું છે.

Next Story