અમદાવાદ શહેરના શાહીબાગ ખાતે ગુજરાતભરમાંથી આવેલ આદિવાસી સમાજના પ્રતિનિધિઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના યુવાનોને અભ્યાસમાં જાતિના દાખલા મેળવવા માટે પડતી હાલાકીઓ અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં ગુજરાતભરના આદિવાસી સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા, જ્યાં એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આદિવાસી સમાજના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમાં સમાજના પ્રમુખ આશાભાઈ લીડિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગામે ગામથી આવેલ આદિવાસી સમાજના પ્રતિનિધિઓની એક કમિટિ બનાવવામાં આવી હતી. જેમાં આગામી સમયમાં રાજ્ય સરકાર સામે લડત આપવાનું ઠરાવ્યું હતું.
આદિવાસી સમાજની ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં આદિવાસી સમાજના યુવાનોને જાતિ પ્રમાણપત્ર મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે, જ્યારે પ્રમાણ પત્ર લેવા જાય ત્યારે તેમની જોડે 1950ના પુરાવા માગવામાં આવે છે. જે માટે જાતિના દાખલા કેવી રીતે મળે તે મુદ્દે પણ મનોમંથન કરવામાં આવ્યું હતું.