આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યો છે. જ્યાં CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગાસન કર્યા હતા.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં 10 હજાર જેટલા નાગરિકો જોડાયા છે. અમદાવાદમાં 44 ગાર્ડનમાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ ભારે સ્ફૂર્તિ બતાવી હતી. તો યોગ કરનારનું કહેવું હતું કે યોગ કરવાથી મનને શાંતિ મળે છે તો યોગ થી શરીરમાં પોઝિટિવિટી આવે છે. યોગમાં અનેક આસનો છે પ્રાણાયામ છે કપાલભાતિ છે આવા આસન કરવાથી અનેક ફાયદો થાય છે અને ઉર્જા પણ મળે છે. અમદાવાદના યોગ દિવસમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં ઉજવણી થઇ છે. તો સાથે ગુજરાતમાં અંદાજે સવા કરોડ લોકોએ આ યોગ દિવસમાં ભાગ લીધો હતો. આ યોગ દિવસમા નાના થી લઇ મોટેરા સુધી હર કોઈ સામેલ થયા હતા .