Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: આજથી ધો. 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ; વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો

20 મહિના બાદ આજથી ફરી ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.

X

20 મહિના બાદ આજથી ફરી ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.

20 મહિના બાદ ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગ શરૂ કરવા મંજૂરી મળી છે ત્યારે બાલાકોમાં સહિત વાલીઓ અને શાળા સંચળકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરકારનો નિર્ણય જાહેર થતાની સાથે જ શાળા સંચાલકોએ ઓફલાઇન વર્ગ શરૂ કરવાની સંપૂર્ણ તૈયારી શરૂ કરી હતી અને આજથી સ્કૂલો શરૂ થઈ છે. પરંતુ સંમિત પત્ર મેળવવાના હોવાથી સ્કૂલોમાં હજુ બાળકો આવી શક્યા નથી તો કેટલીક સ્કૂલોએ ઝડપી પ્રક્રિયા કરી સંમિત પત્ર મેળવ્યા હોવાથી બાળકોને પ્રવેશ પણ આપ્યો છે. શહેરના રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન સ્કૂલ દ્વારા સ્કૂલ શરૂ થવાની જાહેરાત થતા જ તૈયારી કરવામાં આવી હતી. વાલીઓને મેસેજ અને ફોન કરીને ગઈકાલથી આજ સવાર સુધી સંમતિ પત્ર ભરાવવામાં આવ્યા હતા. ઉપરાંત વર્ગ સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. જે વાલીઓએ સંમતિ પત્ર આપ્યા તેમન બાળકો માટે આજથી સ્કૂલો પણ શરૂ કરવામાં આવી છે. સ્કૂલો શરૂ થતાં બાળકોમાં પણ ખુશી જોવા મળી હતી અને બાળકો હર્ષભેર સ્કૂલે આવ્યા હતા.

સ્કૂલના કોર્ડીંનેટર વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે જાહેરાત થતા અમે વાલીઓને સંમતિ માટે મેસેજ અને કોલ કર્યા હતા જે બાદ અનેક વાલીઓ તરફથી સંમતિ આપવામાં આવી હતી. સ્કૂલમાં અમે માસ્ક અને સેનિટાઈઝ કરીને જ બાળકને વર્ગમાં મોકલીએ છીએ. હજુ અનેક વાલીઓની સંમતિ આવવાની બાકી છે જે આવશે તે બાદ સંપૂર્ણ સ્કૂલ શરૂ થશે.

Next Story