અમદાવાદ : મોટેરા વિસ્તારમાંથી વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ, 6 આરોપીઓ પોલીસ પકડમાં

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના મોટેરા વિસ્તારમાંથી એક વેપારીનું અપહરણ કરનાર 6 આરોપીને દબોચી લીધા છે

New Update
અમદાવાદ : મોટેરા વિસ્તારમાંથી વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ, 6 આરોપીઓ પોલીસ પકડમાં

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના મોટેરા વિસ્તારમાંથી એક વેપારીનું અપહરણ કરનાર 6 આરોપીને દબોચી લીધા છે વેપારીનું અપહરણ કરી 70 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી .

મળતી માહિતી અનુસાર, અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા અતુલ પટેલ નામના વેપારીની ગઈકાલે કેટલાક અજાણ્યા શખ્સો વેન્ટો કારમાં અપહરણ કર્યાનો કંટ્રોલ મેસેજ મળ્યો હતો આ કંટ્રોલ મેસેજ મળ્યા ના આધારે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને સોર્સના આધારે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી ત્યારે પાકી બાતમીના આધારે વિસનગર રોડ પર આવેલ બિલિયાદાર પાસે આવેલા એક મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી વેપારી અતુલ પટેલને હેમખેમ છોડાવ્યા હતા તો સાથે સ્થળ પરથી 3 આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા શહેરના દાસ્તાન સર્કલ પાસેથી વધુ 3 આરોપીને દબોચી લીધા હતા.

આમ કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે આરોપી ફરાર છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કહેવા મુજબ વેપારી અતુલ પટેલ 2017 માં આરોપી મહેન્દ્રસિંહ પાસેથી કલોલમા પોણા ત્રણ વીઘા જમીન ખરીદી હતી જે જમીન ના નાણાકીય વ્યવહાર ને લઇ બને પક્ષે તકરાર ચાલતી હતી તેથી આરોપી મહેન્દ્રસિંહ ના પુત્ર જયદીપસિંહ આ અપહરણ નું પ્લાનિંગ કરેલ અને પોતાની સાથે મદદ માં રાહુલ મોદી અને મોહસીન સહિત 7 લોકોને જોડાયા હતા અપહરણ કરવા માટે જયદીપસિંહ બીજા આરોપીને 10 લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ પ્લાન મુજબ ગઈકાલે સવારે વેપારીનું અપહરણ કરતા પહેલા અતુલ પટેલ ને ડરાવવા ફાયરિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમનું અપહરણ કરી મહેસાણા વિસનગર ખાતે લઇ જઇને ગોંધી રાખવામાં આવ્યો હતો અને અતુલ પટેલના ભાઈ પાસે 70 લાખની ખંડણી માંગવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીની પૂછપરછ હાથ ધરી છે જ્યારે ફરાર 2 આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Latest Stories