અમદાવાદ: ભારતમાં પ્રતિબંધિત ઇ સિગારેટનો વેપલો કરતાંવેપારીની ધરપકડ,જુઓ શુંહોય છે ઇ સિગારેટ

સેટેલાઇટ વિસ્તારમાંથી દુકાનમાં રેડ પાડી નિકોટીન યુક્ત ઇ-સિગારેટ અને હુક્કાને લગતી સામગ્રી જપ્ત કરી આરોપીની ધરપકડ કરી

અમદાવાદ: ભારતમાં પ્રતિબંધિત ઇ સિગારેટનો વેપલો કરતાંવેપારીની ધરપકડ,જુઓ શુંહોય છે ઇ સિગારેટ
New Update

અમદાવાદમાં હુક્કાબાર પર પોલીસનું નિયંત્રણ વધતા યુવાનોમાં હવે ઇ-સિગારેટનો ક્રેઝ વધવા લાગ્યો છે.પીસીબીએ સેટેલાઇટ વિસ્તારમાંથી એક દુકાનમાં રેડ પાડી નિકોટીન યુક્ત ઇ-સિગારેટ અને હુક્કાને લગતી સામગ્રી જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ પીસીબીએ શહેરમાં પ્રથમ વખત ઇ-સિગારેટનો ધંધો કરનારા 10 લોકો સામે ધી પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019ની કલમ 7 અને 8 મુજબ ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે અને ઝડપાયેલા આરોપી પાસેથી રૂ.2.51લાખની ઇ-સિગારેટ અને હુક્કાબારનો મુદ્દામાલ જપ્ત કરી તેને FSLમાં મોકલવામાં આવ્યો છે. પીસીબી દ્વારા ઇ-સિગારેટના વેચાણ અને ખરીદીના નેટવર્કની તપાસ કરતા ગુજરાતના અલગ-અલગ જિલ્લા સહિત મુંબઈનું પણ કનેક્શન સામે આવ્યું છે.

પકડાયેલ આરોપી સન્ની કાકવાણીની પૂછપરછમાં મુંબઈ અલી, મમી અને ઐબાની પાસેથી નશાની ઇ-સિગારેટ આણંદનો ઇ-મિસ્ટ કંપનીનો હાર્દિક ત્રિવેદી કુરિયર દ્વારા મંગાવતા હતો અને આરોપી અમદાવાદના જુદા-જુદા પાન પાર્લરમાં આ જથ્થો મોકલતો હતો. મહત્વનું છે કે ઇ-સિગારેટ ફ્લેવરમાં લિક્વિડ નિકોટીન રહેલ છે અને તમામ ચાર્જિંગ વાળી ઇલેક્ટ્રોનિક સિગારેટનો હુક્કાની જેમ જ ઉપયોગ થતો હોય છે. આ તમામ વસ્તુઓ ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં નશાના વેપારીઓ તેનો ધંધો કરીને યુવાધનને બરબાદ કરી રહ્યાં છે

#Gujarat #ConnectGujarat #police #Ahmedabad #arrested #accused #crime #e-cigarettes #Trader arrested #vaping banned
Here are a few more articles:
Read the Next Article