Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રોંગ સાઈડ તેમજ HSRP નંબર પ્લેટ વિનાના વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ

એક અઠવાડિયા સુધી રોંગ સાઈડ વાહન ચલાવનાર તથા HSRP નંબર પ્લેટ વિનાના વાહનચાલકો પાસેથી પોલીસ દ્વારા દંડની વસૂલાત કરવામાં આવ

X

અમદાવાદ શહેરમાં રોન્ગ સાઈડ વાહન ચલાવવાના કારણે ગંભીર અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ અકસ્માત બાદ વાહન પર HSRP નંબર પ્લેટ ન હોવાથી અકસ્માત કરનારની ભાળ મળતી નથી. જેથી હવે એક અઠવાડિયા સુધી રોંગ સાઈડ વાહન ચલાવનાર તથા HSRP નંબર પ્લેટ વિનાના વાહનચાલકો પાસેથી પોલીસ દ્વારા દંડની વસૂલાત કરવામાં આવશે. તા. 5 જૂનથી 11 જૂન સુધી સમગ્ર શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવનાર ચાલકો તથા HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા વધુમાં વધુ કેસ કરવામાં આવશે.

અમદાવાદ પોલીસની ચેકિંગ ડ્રાઈવમાં HSRP નંબર પ્લેટ વગર ફરતા વાહનચાલકો પાસેથી રૂ. 1000, રોંગ સાઈડમાં ચલાવનાર પાસેથી રૂ. 1500, સીટ બેલ્ટ લગાવ્યા વગરના કાર ચાલક પાસેથી રૂ. 3000 તેમજ ટ્રક-બસ જેવા મોટા વાહનો પાસેથી રૂ. 5000 દંડ વસૂલ કરવામાં આવશે. જોકે, મોટા ભાગની ઘટનાઓમાં કસૂરવાર વાહન ચાલકે HSRP નંબર પ્લેટ લગાવી નહીં હોવાથી તેનો રેકોર્ડ પણ પોલીસ કે, આરટીઓ પાસે હોતો નથી. જેના કારણે અકસ્માત કરનાર વાહનચાલકો બિન્દાસ ફરી રહ્યા છે. તો બીજી તરફ અકસ્માત ઘટાડવા માટે તેમજ HSRP નંબર પ્લેટ વગર ફરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

Next Story