/connect-gujarat/media/post_banners/db7c2120d8ec38f3807e229cd66f9a1bf4eb8429be9766bd85052cc4637f8055.jpg)
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ભારત કંપનીના ઘરેલુ ગેસની બોટલમાંથી કોમર્શિયલ ગેસના બાટલાઓમાં ગેરકાયદેસર રિફીલિંગ કરતા બે આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારત ગેસના ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી કોમર્શિયલ બોટલો ભરવાનું કૌભાંડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને રંગે હાથે પકડવામાં આવ્યા છે. આ બે આરોપીઓ મોહસીન ઉર્ફે પપ્પુભાઈ શેખ અને રવિન્દ્ર જૈનને પકડવામાં આવ્યા છે.આરોપીઓ પાસેથી ભારત અને ઇન્ડેન ગેસ કંપનીના ઘરેલુ અને કોમર્શિયલ ગેસની ખાલી અને ભરેલી 87 નંગ બોટલો, ઇલેક્ટ્રિક મોટર 3 નંગ,વજન કાંટો, ઇલેક્ટ્રિક હિટ ગન, ગેસના બાટલા ઉપર સિલ મારવાની દોરી વાળા પ્લાસ્ટિકની કેપો 71 નંગ, ભારત તથા ઇન્ડેન વેસના બોટલ પર સીલ મારવાના સ્ટીકર 10 નંગ, મોબાઈલ 2 મળીને કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.