Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સોશ્યલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓ પાસે બીભત્સ માંગણી કરનાર 2 આરોપીઓ ઝડપાયા

આજના સમયમાં સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલાજ ગેરફાયદા છે જેનો લાભ કેટલાક લોકો ઉઠાવે છે

X

આજના સમયમાં સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલાજ ગેરફાયદા છે જેનો લાભ કેટલાક લોકો ઉઠાવે છે આવી જ બે ફરિયાદ અમાદાવાદ સાઇબર ક્રાઇમમાં નોંધાય હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ સાઇબર ક્રાઇમને ફરિયાદ મળી હતી કે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી મહિલા તરીકે ખોટી ઓળખ આપી અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી મહિલાને પોતાની સાથે મિત્રતા કેળવવા માટે દબાણ કરાતું હતું. આરોપી દ્વારા મહિલાને બીભત્સ ફોટા અને પોર્ન વિડિયો મોકલી, ન્યૂડ વીડિયો કોલ કરવા માટે જણાવવામાં આવતું હતું. જો મહિલા વીડિયો કોલ ના કરે તો પર્સનલ ફોટો વાયરલ કરવાની આરોપી ધમકી આપતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિજય થાપા વેર હાઉસમાં નોકરી કરતો હતો અને ફરિયાદી સાથે તેનો પરિચય જ્યારે તે અભ્યાસ કરતો હતો એ સમયે થયો હતો. આરોપીએ ફરિયાદી સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવ્યું હતું. મહિલાનો ડિપી મૂકી ફરિયાદીને બીભત્સ ફોટો મોકલવાની શરૂઆત કર્યા બાદ ફરિયાદી મહિલાને ન્યૂડ વીડિયો કરવા અને બીભત્સ ફોટો મુકવાની માગ કરવામાં આવી હતી. જો માગણી પૂરી નાં થાય તો આરોપીએ સોશિયલ મીડિયામાં પર્સનલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.

અન્ય એક કિસ્સામાં નોંધાયેલી ફરિયાદ અંગે માહિતી આપતા સાયબર ક્રાઇમ સેલના એ.સી.પી. જે. એમ.યાદવે કહ્યું હતું કે, 25 વર્ષીય અભય રામચંદ્ર, કે જે અમદાવાદમાં રહે છે. તેણે પણ યુવતીના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવ્યું હતું. આ આરોપી અન્ય મહિલાઓ સાથે બીભત્સ ચેટ કરતો હતો. આ અંગેની ફરિયાદ મળતા આરોપી અભય રામચંદ્ર જે લોન આપતી કંપનીમાં કામ કરતો હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કિસ્સામાં આરોપી સાથે કોઈ મહિલા ચેટ કરતીના હોવાથી મહિલાના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી,મહિલાનો ફોટો લગાવી અન્ય મહિલાઓ સાથે ચેટ કરતો હોવાની હકીકત સામે આવી છે.પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે

Next Story