અમદાવાદ : આસ્ટોડિયા ઢાળની પોળ પાસેથી બે ચેઇન સ્નેચર ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચે ચૅઈન સ્નેચીંગ કરતા બે આરોપીઓને આસ્ટોડિયા ઢાળની પોળ પાસેથી ઝડપી પાડ્યા છે અને બાઈક સાથે ત્રણ ચૅઈન કબ્જે કરી છે...

New Update
અમદાવાદ : આસ્ટોડિયા ઢાળની પોળ પાસેથી બે ચેઇન સ્નેચર ઝડપાયા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચૅઈન સ્નેચીંગ કરતા બે આરોપીઓને આસ્ટોડિયા ઢાળની પોળ પાસેથી ઝડપી પાડ્યા છે અને બાઈક સાથે ત્રણ ચૅઈન કબ્જે કરી છે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આસ્ટોડિયા ઢાળની પોળ જોડેથી બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બન્ને ઈસમો ચૅઈન સ્નેચીંગના ગુનામાં પકડવામાં આવ્યા છે. આ આરોપીઓ જોડેથી ક્રાઇમ બ્રાન્ચને ત્રણ ચૅઈન , એક બાઈક કબ્જે કર્યું છે. આરોપીઓ ગુનાહિત પ્રવુતિ સંકળાયેલા છે. આ આરોપીઓએ 7 ગુન્હાની કબૂલાત કરેલી છે. જેમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમા ચેઇન સ્નેચીંગ કર્યાની કબૂલાત કરેલી છે. આરોપીઓ 2006 થી આજ પ્રમાણે ચોરી અને ચેઇન સ્નેચીંગના ગુન્હા સાથએ સંકળાયેલા છે. આરોપીઓ આગાઉ 14 ગુન્હામાં પણ પોલીસના હાથે પકડાયેલા છે. જેમાં તેમને ત્રણ વર્ષ સુધી પાસાંએ સજા પણ જેલમાં કાપીને આવેલા છે.