Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ACBના સકંજામાં આવ્યા 2 સરકારી બાબુઓ, ગાંધીનગરની જમીનના માપ-અભિપ્રાય માટે માંગી હતી લાંચ

વર્ગ-1ના ટાઉન પ્લાનર અધિકારી એન.એન.મહેતા અને વર્ગ-3ના પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા બન્ને જાણ 15 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

X

અમદાવાદમાં ફરી એક વખત એસીબીની ટીમે સરકારી બાબુઓને પકડવામાં સફળ રહી છે. લાખો રૂપિયાનો પગાર ધરાવતા સરકારી બાબુઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. એન્ટી કરપ્સ બ્યુરોની ગિરફતમાં રહેલ વર્ગ-1ના ટાઉન પ્લાનર અધિકારી એન.એન.મહેતા અને વર્ગ-3ના પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા બન્ને જાણ 15 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ગાંધીનગર જીલ્લામાં આવેલ શેરથા ગામની એક જમીન માલિક બે ફાઇનલ પ્લોટના માપ અને અભિપ્રાય માટે ફરિયાદીએ ગુડામાં અરજી કરી હતી. આ બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગાંધીનગરના નગર રચના અધિકારીની કચેરીના ટાઉન પ્લાનર એન.એન.મહેતા તપાસ કરતા હતા. તે દરમિયાન પ્લોટના માલિક પાસે વર્ગ-1ના ટાઉન પ્લાનર એન.એન.મહેતાએ પ્લોટના અવેજ પેટે કામ પૂરું કરવા 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી બન્ને અધિકારી લાંચની રકમ સાથે પકડી લેવમાં આવ્યા છે. પરતું ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ દ્વારા કેટલા લોકો પાસેથી પૈસા પડાવાયા છે, જે દિશામાં હાલ એસીબીએ તપાસ શરૂ કરી છે.

Next Story