/connect-gujarat/media/post_banners/eb8d15be93f7f86134a1ceeb63adedcd04766c013e7cc9053a8f5a735a5d9436.jpg)
અમદાવાદના ગોતા વિસ્તારમાં માર્બલની લાદી નીચે દબાઈ જતા બે શ્રમજીવીઓના મોત નિપજ્યાં હતા. ગોડાઉનમાં માર્બલ ખાલી કરવામાં આવી રહ્યા હતા એ દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગોડાઉન પર આજરોજ માર્બલ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી એ દરમ્યાન અચાનક જ બેલ્ટ તૂટી જતા માર્બલ ટ્રકમાંથી નીચે પડ્યા હતા જેના કારણે માર્બલની લાદી નીચે બે શ્રમજીવીઓ દબાઈ ગયા હતા જેમાં બન્નેને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ તેઓના મોત નિપજ્યાં હતા. બનાવની જાણ થતાની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.બન્ને શ્રમજીવીઓ મૂળ બિહારના વતની હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે