/connect-gujarat/media/post_banners/2efee78d95bd5965c501fea92850314f3f71cae3da986bd2847fbafc47bc00f0.webp)
અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતી તેના મંગેતર ને મળવા ગઈ હતી. મંગેતર ન આવતા તેની રાહ જોઇને યુવતી વાહન પર બેઠી હતી અને ફોન જોતી હતી. આ દરમિયાન બે શખ્સો બાઇક પર આવ્યા અને સેકન્ડોમાં જ 50 હજારનો ફોન લૂંટી ફરાર થઇ ગયા હતા. જે મામલે યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં રહેતી 28 વર્ષીય યુવતી સિંધુભવન રોડ પર આવેલી એક ઓફિસમાં નોકરી કરે છે. વર્ષ 2021 માં કેનેડા ખાતે રહેતા તેના મિત્ર પાસેથી તેણે એક ફોન મંગાવ્યો હતો. ગત 20 તારીખે આ યુવતી સાંજના સમયે નોકરીએથી નીકળી તેનું વાહન લઇ તેના મંગેતર ને મળવા વસ્ત્રાપુર રોડ પર આવેલા ગોયલ કોમ્પલેક્ષ પાસે ગઈ હતી. ત્યાં પોતાનું વાહન પાર્ક કરી મોબાઈલ ફોન હાથમાં રાખી વાહનો પર બેસી મંગેતરની રાહ જોતી હતી. તે દરમિયાન જજીસ બંગલા રોડ તરફથી એક પલ્સર પર બે લોકો આવ્યા હતા અને યુવતીના હાથમાં રહેલો 50,000 નો મોબાઈલ ફોન જુટવી ફરાર થઈ ગયા હતા. યુવતી આ શખ્સોનો પીછો કરવા દોડી હતી પરંતુ શખ્સો ત્યાંથી બાઈક પુરપાટ ઝડપે ભગાવી ફરાર થઈ ગયા હતા. થોડી મિનિટો બાદ યુવતીનો મંગેતર આવી જતા તેના પણ આ બાબતે વાતચીત કરી હતી. બાદમાં યુવતી મોબાઈલ ફોનનો મિસ યુઝ ન થાય તે માટે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. બાદમાં યુવતીએ ફરિયાદ આપતા પોલીસે 50,000 ના મોબાઈલ ફોનની ચોરી બાબતે તપાસ શરૂ કરી છે.