Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રાજસ્થાન પરિવહનની બસમાંથી એમડી ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયાં

રાજયમાં નવી ડ્રગ્સ પોલીસીની જાહેરાત બાદ પોલીસે ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની ભીંસ વધી છે.

X

રાજયમાં નવી ડ્રગ્સ પોલીસીની જાહેરાત બાદ પોલીસે ડ્રગ્સ માફિયાઓ પર પોલીસની ભીંસ વધી છે. અમદાવાદ પોલીસે રાજસ્થાન પરિવહન નિગમની બસમાં અમદાવાદ આવી રહેલાં બે પેડલરને દબોચી લીધાં છે

અમદાવાદમાં આબુથી આવતી એસ.ટી બસમાં રૂ.25 લાખનું એમ.ડી ડ્રગ્સ લઈને આવતા બે યુવાનોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયાં છે. તાજેતરમાં ગુજરાત સરકારે નવી ડ્રગ્સ પોલીસીની જાહેરાત કરી છે જેમાં ડ્રગ્સના દુષણને ડામી દેવા કડક જોગવાઇઓ કરાય છે. નવી ડ્રગ્સ પોલીસીની જાહેરાત થતાંની સાથે જ પોલીસ હવે ડ્રગ્સ માફિયાઓ અને ડ્રગ્સ પેડલર્સ પર તવાઇ બોલાવી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ તથા નાયબ કમિશનર ચૈતન્ય મંડલીકની સૂચનાને આધારે અલગ અલગ ટીમો બનાવી શહેરમાં વેચાતા નશીલા પદાર્થનું વેચાણ કરતા ઈસમોને શોધવા પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે દરિયાપુરનો તારીક શેખ અને બારેજાનો તાહિરહુસેન કુરેશી એમ.ડી ડ્રગ્સનો ભાગીદારીમાં ધંધો કરે છે અને જોધપુર રાજસ્થાન ખાતે ડ્રગ્સ લેવા ગયા છે. આ બંને પેડલરો પોલીસને ચકમો આપવા માટે જોધપુરથી રાજસ્થાન પરિવહન નિગમની બસમાં અમદાવાદ આવવા માટે નીકળ્યાં હતાં. પોલીસે ચિલોડા પાસે વોચ ગોઠવી રાજસ્થાન તરફથી આવતાં તમામ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમાં બસને ઉભી રાખી તલાશી લેવાય હતી. જેમાં તાહિર હુસૈનના થેલામાંથી રૂ.25 લાખની કિંમતનું 250 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

Next Story