/connect-gujarat/media/post_banners/15d9820b56fdc08fc168dc616cff0a5be574ff669086edbbbbdfb015598f4741.jpg)
અમદાવાદમાં 400થી વધુ હોસ્પિટલોમાં સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે શનિવારથી શહેરના તબીબો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે આજે સતત બીજા દિવસે પણ તબીબો દ્વારા હડતાળ યથાવત રાખી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે હોસ્પિટલના સંચાલકો અને તબીબોએ વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી ધરણા પ્રદર્શન કર્યું હતું, ત્યારે આજરોજ તબીબોએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો. તબીબોએ માગ કરી કે, સી ફોર્મમાં રિન્યુઅલ માટે બીયુ પરમિશનનો જે નિયમ છે તેને દૂર કરવામાં આવે. બીયુ પરમિશન મુદ્દે અનેક હોસ્પિટલોના સી ફોર્મ રિન્યુઅલ અટકી પડ્યા છે. આજે સતત બીજા દિવસે પણ ઓપીડી અને ઓપરેશન બંધ રહેતા હજારો દર્દીઓને હાલાકી પડી છે. જોકે, તબીબો દ્વારા ઇમરજન્સી સેવાઓ યથાવત રાખવામાં આવી છે. જોકે, આંદોલનકારી હોસ્પિટલ સંચાલકોનો તર્ક છે કે, તેઓ ભલે વિરોધ નોંધાવી રહ્યા હોય પરંતુ આજે બ્લડ ડોનેશન કાર્યક્રમ થકી પોતાની સમાજ પ્રત્યેની ફરજ પણ અદા કરી હતી.