મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ડેન્ગ્યુ થયા બાદ તેમની હાલત ગંભીર છે. તેમનું લીવર ડેમેજ થયું હોવાની માહિતી સાંપડી રહી છે. ગઈકાલે સારવારાર્થે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના ખબરઅંતર પૂછવા માટે ઝાયડ્સ હોસ્પિટલ દોડી ગયા હતા. આશાબેન પટેલને દિલ્હીથી પરત આવ્યા પછી ડેન્ગ્યુ થયો હતો. તેઓને 7 ડિસેમ્બરે તાવ આવ્યો હતો. બાદમાં તેમને ડેન્ગ્યુ થયું હોવાનું તારણ સામે આવ્યું હતું. બે દિવસ ઊંઝાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જો કે ત્યાં તેમની તબિયત વધુ બગડતાં શુક્રવારે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા છે. ડેન્ગ્યુના કારણે તેમનું લીવર ડેમેજ થયું હોવાથી તેમની સ્થિતિ ગંભીર બનતાં હાલમાં તેમને વેન્ટિલેટર પર રાખયા હોવાનું સૂત્રો જણાવે છે. ઉમિયાધામના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીનો કાફલો ઝાયડ્સ પહોંચ્યો સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેઓ સીધા જ ઝાયડ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે ધારાસભ્ય આશાબેન પટેલની હાલચાલ પૂછવા ગયા હતા. ત્યારે મંત્રી બ્રિજેશ મેરજા પણ ઊંઝાના ધારાસભ્યના હાલચાલ પૂછવા દોડી ગયા હતા.
અમદાવાદ: ઉંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલ ડેન્ગ્યુના કારણે સારવાર હેઠળ,સી.એમ.ભુપેન્દ્ર પટેલે પહોંચી ખબર અંતર પૂછ્યા
મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ડેન્ગ્યુ થયા બાદ તેમની હાલત ગંભીર છે. તેમનું લીવર ડેમેજ થયું હોવાની માહિતી સાંપડી રહી છે.
New Update
Latest Stories