Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 100 મહિલા સાયકલિસ્ટ સાથે USFની વાર્ષિક સાયક્લોથોન યોજાય…

અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે 100 મહિલા સાયકલિસ્ટ સાથે USFની વાર્ષિક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલા સાયકલીસ્ટો ઉપસ્થિત રહી હતી.

X

અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે 100 મહિલા સાયકલિસ્ટ સાથે USFની વાર્ષિક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલા સાયકલીસ્ટો ઉપસ્થિત રહી હતી.

ભારતમાં સાયકલને ગરીબ માણસનું પરિવહન, ધનવાનોનો શોખ અને વૃદ્ધો માટે સ્વાસ્થ્ય પ્રદાન કરતી પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે. કારણ કે, તે અનેક રોગો માટે શ્રેષ્ઠ કસરત છે. આપણે ઓટોમોબાઇલના બિનજરૂરી અને અતિશય ઉપયોગથી ઈંધણ બાળી રહ્યા છીએ અને માત્ર એક સાયકલ પર અમારા મૂળભૂત કાર્યોને ઘટાડીને આપણે કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન ઓછું કરીને આ રીતે સ્વચ્છ અને હરિત વાતાવરણમાં મોટો ફાળો આપી શકીએ છીએ. આ હેતુ સાથે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 100 મહિલા સાયકલિસ્ટ ભાગ લીધો હતો.

આ તમામ સહભાગી શાલિની અને ઉદયન કેરના માધ્યમથી વિજય પટેલ દ્વારા 100 રૂપિયા પ્રતિ કિમીના દરે આપી મદદ અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સાયક્લોથોન 40 કિમી ટ્રેકનો હતો. આ સાયક્લોથોન રિવરફ્રન્ટથી શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે USF અમદાવાદ ચેપ્ટર કન્વીનર મોનલ શાહ, વિજય પટેલ અને મોટી સંખ્યામાં મહિલા સાયકલીસ્ટો ઉપસ્થિત રહી હતી.

Next Story