/connect-gujarat/media/post_banners/7a031a4d207cd72baf332560b76b39a360df525b974e82162f5b234f1b4c2ecf.jpg)
રાજયમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે તેવામાં વિવિધ જિલ્લાઓના સરકારી દવાખાનાઓમાં તબીબોની જગ્યાઓ ખાલી પડી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રવકતાએ કર્યો છે.
કોરોનાની ત્રીજી લહેર પીક પર છે અને રાજયમાં રોજના સરેરાશ 20 હજાર કરતાં વધારે કેસ આવી રહયાં છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં રાજયની આરોગ્ય વ્યવસ્થાના ધજાગરા ઉડી ગયાં હતાં. કોરોનાની બંને લહેરમાંથી પણ સરકારે કોઇ બોધપાઠ લીધો ન હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું છે કે,રાજ્યમાં અનેક જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછત છે છતાં સરકાર ગુજરાત મોડેલની વાત કરે છે. રાજયની સરકારી હોસ્પિટલોમાં 1,392ના મહેકમ સામે 1,379 જગ્યાઓ તો સાથે 99 સુપર સ્પેશ્યલિસ્ટ તબીબની જગ્યાઓ ખાલી પડી છે. આરોગ્ય માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવાય છે છતાં પેરા મેડિકલ સ્ટાફની પણ ભરતી કરવામાં આવતી નથી. આવો જોઇએ બીજુ શું કહયું મનીષ દોશીએ....