Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેર સામે લડવા સરકારે વેક્સિનેશન બનાવ્યું ઝડપી

ત્રીજી લહેરને રોકવા માટે વેક્સિનેશન બનાવાયું ઝડપી, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રસીકરણ કેન્દ્રો પર ભારે ભીડ.

X

ગુજરાતમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ભલે ઘટાડો જોવા મળતો હોય પરંતુ ગુજરાત સહિત દેશભરમાં ત્રીજી લહેરની આશંકા જતાવવામાં આવી રહી છે. ત્યારે પહેલી અને બીજી લહેરમાં કોરોનાનું એપિ સેન્ટર બનેલ અમદાવાદમા ત્રીજી લહેરને રોકવા માટે વેક્સિનેશન પ્રકિર્યાને ઝડપી બનાવવા પ્રયાશો કરવામાં આવી રહ્યા છે.

કોરોનાની પહેલી અને બીજી લહેરમાં અમદાવાદ એપિ સેન્ટર બન્યું હતું ત્યારે કોરોનાની સંભવીત ત્રીજી લહેરની આશંકાને પગલે તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે શહેરમાં વેક્સિનેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે અમદાવાદ શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા 45000 લોકોને વેક્સીન આપવા માટેનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે શહેરના અલગ અલગ કેન્દ્રો પર મોટા પ્રમાણમાં મેડિકલ ટીમો અને AMC ના આરોગ્ય અધિકારીઓને ગોઠવવાં આવ્યા છે.

વેક્સીન કેન્દ્રો પર 5થી વધુ વેક્સીન પોઈન્ટો ફાળવી વધુમાં વધુ વેક્સિનેશન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે શહેરમાં સૌથી વધુ વેક્સિનેશન કરી એક રેકોર્ડ કરવામાં આવ્યો હતો આ દિવસે 44000થી વધુ લોકોને વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. પણ આજે 45000થી વધુ શહેરીજનોને વેક્સીન આપી વેક્સિનેશનની પ્રક્રિયા વધુ ઝડપી બનવામાં આવી છે.

શહેરમાં આજે સવારથી જ વેકસીન સેન્ટર પર કામગીરી શરૂ થાય તે પહેલા જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. પહેલો અને બીજો ડોઝ લેવા લોકો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઉભા હતા અને સાથે સોશિયલ ડિસ્ટન્સ પણનું પણ ધ્યાન રાખાવામાં આવ્યું હતું.

વેક્સિનેશનની પ્રકિર્યા વચ્ચે અનેક વખત રાજ્યભરમાં કોઈ કારણોસર વેક્સીન કેન્દ્રો બંધ પણ રહ્યા હતા. પણ રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર વેક્સિનના ડોઝ નિયમિય રીતે ફાળવવામાં આવતા શહેરી જનો વેક્સીન લેવા પોહચી રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં અલગ અલગ 50થી વધુ કેન્દ્રો પર AMCના સીધા માર્ગદર્શન નીચે આ વેક્સિનેશન પ્રકિર્યા કરવામાં આવી રહી છે.

Next Story