/connect-gujarat/media/post_banners/3f226cc42b31bf531cc0ae8d13903c3b2b542395ef2905cc5b82b9cd2d2752e6.jpg)
અમદાવાદ માં વરસેલ ધોધમાર વરસાદના કારણે છેલ્લા 12 કલાકથી અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે જેના પગલે સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે
અમદાવાદમાં રવિવારે રાતે પડેલા ધોધમાર વરસાદે વિરામ લીધો હતો. મોડી રાતે બે વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં બે કલાકમાં શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. તો બીજીબાજુ આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. શહેરના પોશ વિસ્તાર વેજલપુર થી લઇ પ્રેરણા તીર્થ દેરાસર સુધીનો આખો વિસ્તાર છેલ્લા 12 કલાકથી પાણીમાં ગરકાવ છે આ વિસ્તારની 50 થી વધુ સોસાયટી પાણીમાં ડૂબી ગઈ છે તો રસ્તાની દુકાનો કોમ્પ્લેક્ષ પાણીથી લબાલબ છે ગઈકાલે સાંજના બહાર નીકળેલા લોકો અને સ્થાનિકો ભારે વરસાદથી કલાકોથી અટવાયા હતા તે આજે સવારે પોતાના નિયત સ્થાને પોહચવા મથામણ કરતા હતા