અમદાવાદ : શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, ગૃહિણીઓનું બગડયું બજેટ

દેશભરમાં મોંઘવારીએ માજા મૂકી છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.

New Update
અમદાવાદ : શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, ગૃહિણીઓનું બગડયું બજેટ

દેશભરમાં મોંઘવારીએ માજા મૂકી છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.

એક તરફ, મોંઘવારીએ માજા મૂકી છે. શાક માર્કેટમાં સામાન્ય રીતે 20 થી 30 રૂપિયે કિલો મળતાં ટામેટાંના ભાવમાં ભડકો થયો છે. અમદાવાદમાં પણ ટામેટાંના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં ટામેટાનો ભાવ પ્રતિ કિલો 70 થી 80 રૂપિયા પહોંચ્યો છે વેપારીઓનું કહેવું છે કે, આ વર્ષે ખેડૂતો વાવણી ઓછી કરી છે એટલે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, નવા પાક માટે લોકો જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી રાહ જોવી પડશે, કારણ કે નવા પાકનું વાવેતર 15 ઓક્ટોબરની આસપાસ કરવામાં આવ્યું છે, જેને તૈયાર થવામાં ઓછામાં ઓછો 3 મહિનાનો સમય લાગશે. લગ્નની મોસમ હોવાથી હોટલ, રેસ્ટોરન્ટ ખૂલ્યા બાદ તેની માંગ વધી રહી છે. વેપારીઓ પણ માની રહ્યા છે કે આગામી સમયમાં ભાવમાં ઘટાડો થશે.

સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. શિયાળાની સીઝનમાં ટામેટા સહિતના શાકભાજીના ભાવોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. રિટેલ માર્કેટમાં ટામેટાના પ્રતિકીલોના ભાવતો 70 થી 80 રૂપિયે કિલો પહોંચી ગયા છે. અને ટામેટાંના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે.