/connect-gujarat/media/post_banners/cdcb0d10e1617cf815e1f5eca2d7b74e4b3bdba17652ac2d05a97b045a0d54c7.jpg)
બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ 'પઠાન' અને તેના ગીત બેશરમ રંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આજરોજ અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાન મૂવીનો વિરોધ કર્યો હતો.
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાન ફિલ્મનો વિરોધ કર્યો હતો. જેમાં શાહરુખ ખાન અને અન્ય સ્ટાર કાસ્ટની તસવીરોને નુકસાન પહોંચાડ્યું હતું. તો બીજી તરફ, જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ સમયે અન્ય લોકો પણ મોલમાં હાજર હતા, જેઓ આ સમગ્ર મામલો જોઈને ગભરાઈ ગયા હતા. જોકે, આ મામલે હાલ તો વાઇરલ થયેલા વિડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ પણ આ પ્રકારના કાર્યક્રમમાં યોજાયા હતા. હવે પઠાન ફિલ્મનો વિરોધ અમદાવાદથી શરૂ થયો છે, અને અન્ય શહેરોમાં પણ વિરોધ થાય તેવી શક્યતા છે.