Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : લોભામણી લાલચ આપી લોકોને છેતરતી પશ્ચિમ બંગાળની શાતિર ટોળકી ઝડપાય

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતીય ટોળકી સક્રિય થઈ લોકોને ઊંચા ટકાના વ્યાજના સપના દેખાડી રહી હતી

X

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતીય ટોળકી સક્રિય થઈ લોકોને ઊંચા ટકાના વ્યાજના સપના દેખાડી રહી હતી, ત્યારે મસમોટી રકમ પડાવતી પશ્ચિમ બંગાળની શાતિર ટોળકીને સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પરપ્રાંતીય ટોળકી સક્રિય થઈને ગુન્હાઓ આચરતી હોવાની સાયબર સેલને માહિતી મળી હતી. જેમાં ઊંચા ટકાના વ્યાજના સપના દેખાડી મસમોટી રકમ પડાવતી એવી પશ્ચિમ બંગાળની શાતિર ટોળકીની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી રોકાણ સામે 200 દિવસ સુધી રોજનું 1થી 2 ટકા ઉચ્ચ વળતર આપશે તેવી લોભામણી લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી હતી.

સાઇબર ક્રાઇમ દ્વારા કોલ ડિટેલ સહિત તપાસ કરવામાં આવી હતી. જેમાં બંગાળ ખાતે અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમે 3 આરોપીઓ સહિત મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કર્યા છે. સાઇબર ક્રાઇમ પોલીસે મોકમેલ હુસેન, તિલક પાંડે અને શીબ શંકર રાણા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ ઠગબાજોએ સેટેલાઇટ વિસ્તારની મહિલાને વિશ્વાસમાં લઈ 8 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી બાદ ફોન બંધ કરી દીધા હતા, ત્યારે હાલ તો આ ભેજાબાજોએ અન્ય કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Story