Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 24 વર્ષ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે થઈ રહ્યું છે મતદાન, પ્રદેશ હોદ્દેદારોએ કર્યું મતદાન

કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે થયું મતદાન, મતદાન ગુપ્ત રહે તે માટે બેલેટ પેટી મુકવામાં આવી

X

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે આજે 24 વર્ષ બાદ મતદાન થઈ રહ્યું છે. આ પદ માટે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે સીધો મુકાબલો છે. દેશભરમાં કોંગ્રેસ સમિતિના કાર્યાલયોમાં 9 હજાર પ્રતિનિધિઓ મતદાન કરી રહ્યા છે, ત્યારે અમદાવાદના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ હોદ્દેદારો પણ મતદાન કરવા પહોચ્યા હતા.

આજે રાષ્ટ્રીય કોંગ્રેસના નવા પ્રમુખપદ માટે દેશભરમાં મતદાન ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે પણ પ્રદેશના 402 હોદેદારો મતદાન કરશે. કોંગ્રેસ ભવન ખાતે આ માટે આખું મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. અહીં જે રીતે સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવામાં આવે, તે રીતે જ મતદાનની પ્રક્રિયા કરવામાં આવી છે. મતદાન મથક ખાતે બુથ એજન્ટ પણ પોતાની કામગીરી કરી રહ્યા છે. તો મતદાન કુટીર પણ બનાવવામાં આવી છે, અને મતદાન ગુપ્ત રહે તે માટે અલગ બેલેટ પેટી પણ રાખવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પ્રદેશ હોદ્દેદારો મતદાન કરવા પહોંચ્યા હતા. આ તકે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ડેલિગેટને જેને મત આપવા હોય તેને આપી શકે છે. કોંગ્રેસ લોકશાહીનો પક્ષ છે, અને અમારી પાર્ટીમાં ચૂંટણી થાય છે. આખા દેશમાં કોંગ્રેસ માત્ર એક એવી પાર્ટી છે કે, જ્યાં લોકશાહી જીવંત છે.

Next Story