અમદાવાદના સોલામાં આજે પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઊમિયાધામનુ ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન સ્ટેજ પરથી ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપ્યુ હતુ.
પ્રસંગ હતો અમદાવાદ ખાતે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદ સોલામાં નવનિર્મિત માં ઉમિયાધામ કેમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિરના ભૂમિપૂજન સમારોહ જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને પૂર્વ ડે સીએમ નીતિન પટેલ સહિત પાટીદાર આગેવાનો હાજર રહયા હતા. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ નીતિન નીતિન પટેલે ફરીથી ચૂંટણી લડવા અંગે પ્રશ્ન પૂછાતા તેમણે જણાવ્યું કે કોઈ રાજકારણને પૂછો કે તમારી શું ઈચ્છા, તો કોઈ રાજકારણી ના પાડે ખરા..! રાજકારણમાં હુ 40 વર્ષથી છું ભાજપે મને ઘણું બધુ આપ્યું છે. પક્ષ કહેશે તો ચૂંટણી લડીશ, ચૂંટણી લડવાની ઈચ્છા કોને ન હોય.. આમ છેલ્લા ઘણા સમયથી જે ચર્ચા ચાલી રહી છે કે 2022માં પાર્ટી અનેક વરિષ્ઠ નેતાઓને ટિકિટ નહિ આપે તેની સામે નીતિન પટેલના નિવેદનથી એક વાત સાફ થઇ છે કે વરિષ્ઠ નેતાઓ હજી પણ 2022ની ચૂંટણી ઈચ્છા ધરાવે છે.