Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રાજ્યના જાણીતા સંતોએ નિહાળી ફિલ્મ "ધ કાશ્મીર ફાઈલ્સ", કહ્યું તમામ હિન્દુઓએ અચૂક જોવી.

“ધ કાશ્મીર ફાઇલ્સ ” આજકાલ ઘણી ચર્ચામાં છે . ત્યારે અમદાવાદમાં વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા સાધુ - સંતોએ આ ફિલ્મ નિહાળી હતી .

X

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ " ધ કાશ્મીર ફાઇલ્સ " આજકાલ ઘણી ચર્ચામાં છે . ત્યારે અમદાવાદમાં વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા સાધુ - સંતોએ આ ફિલ્મ નિહાળી હતી . ફિલ્મ નિહાળ્યા બાદ સાધુ - સંતોએ ફિલ્મ ટેક્સ ફ્રી કરવા બદલ PM મોદી અને કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા હતા.

"ધ કાશ્મીર ફાઇલ્સ" ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી રહી છે . આ ફિલ્મે તો બોલિવુડની અન્ય ફિલ્મોના રેકોર્ડબ્રેક કરી નાંખ્યા છે . સવારે 6 વાગ્યાનો શૉ હોય કે , પછી રાતે 9 વાગ્યાનો , અત્યારે થિયેટરોમાં આ ફિલ્મ માટે તમામ શો હાઉસફૂલ થઇ ગયા છે . ગુજરાત સરકારે આ ફિલ્મને કરમુક્ત જાહેર કરી છે . આ ફિલ્મને લઇને લોકોની સારી પ્રતિક્રિયા તો , બીજી તરફ વિરોધના સૂર પણ ઉઠ્યા છે . આ તમામ વચ્ચે અમદાવાદમાં વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા સાધુ - સંતોએ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ નિહાળી હતી . ફિલ્મ નિહાળ્યા બાદ સાધુ - સંતોએ ફિલ્મ ટેક્સ ફ્રી કરવા બદલ કેન્દ્ર સરકારને અભિનંદન આપ્યા હતા . આ ફિલ્મ નિહાળ્યા બાદ અખિલેશ્વરદાસ મહારાજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે , દેશના તમામ હિંદુ ભાઇ - બહેનોએ આ ફિલ્મ જોવી જોઇએ . રિઅલ વસ્તુને રિલમાં બતાવ્યું છે , તે તમામ લોકોને ધન્યવાદ . આના માટે કોઇ શબ્દ નથી આતંકવાદનો ભોગ કાશ્મીરી પંડિતો સહિત હિંદુઓ બન્યા હતા જે આ ફિલ્મમાં દર્શાવાયું છે.

Next Story