Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રખડતા ઢોરની સમસ્યાનો હલ કયારે ? સામાન્ય લોકો જ નહિ ચીફ જસ્ટીસને પણ કડવો અનુભવ

રખડતા ઢોર બાબતે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ ચીફ જસ્ટીસને પણ થઇ ચુકયો છે ઢોરોનો કડવો અનુભવ

X

અમદાવાદ સહિત રાજયભરમાં રખડતા ઢોરની સમસ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે સરકારની કામગીરી સામે નારાજગી વ્યકત કરી છે.ગુજરાતના કોઇ પણ શહેરમાં તમે જાવ ત્યારે રસ્તા પર રખડતા ઢોર તો તમને મળી જ જાય.. રસ્તે રખડતા ઢોરો અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઇ ચુકયાં છે અને અનેક લોકોને હોસ્પિટલના બિછાને પહોંચાડી ચુકયાં છે. રસ્તા પર ઢોરોને રખડતા મુકી દેતાં પશુપાલકોનો વાળ પણ વાંકો થતો ન હોય તેમ લાગી રહયું છે.

રાજયના અનેક શહેરોમાં ઢોર પાર્ટી અને પશુપાલકો સાથે ઘર્ષણના બનાવો સામે આવતાં રહે છે. ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં રખડતાં ઢોર મુદ્દે સરકારની ઝાટકણી કાઢી છે. રાજ્ય સરકારે પણ કોર્ટમાં પોતાનો જવાબ રજુ કર્યો છે જેમાં જણાવ્યું છે કે, જનતાની સમસ્યા પર ધ્યાન આપીશું,અને જનતાના હિત માટે ટોલ ફ્રી નંબર, ઇ પોર્ટલ પણ બનાવીશું. હાઇકોર્ટના કડક વલણ બાદ કનેકટ ગુજરાતની ટીમે અમદાવાદીઓ સાથે વાતચીત કરી હતી.

રખડતા ઢોરથી સામાન્ય નાગરિકો જ પરેશાન છે તેવું નથી રાજયના ચીફ જસ્ટીસને પણ કડવો અનુભવ થઇ ચુકયો છે. પીઆઇએલની સુનાવણી દરમિયાન તેમણે કહયું હતું કે, હાઈકોર્ટના ચીફ જસ્ટીસના પ્રવેશ ગેટ પર 10થી વધુ રખડતા પશુઓએ રસ્તો બ્લોક કરી નાંખ્યો હતો. તેમણે એવી પણ ટકોર કરી હતી કે મને સલાહ આપવામાં આવી છે કે શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ છે જેથી રસ્તા પર ચાલવા નીકળવું જોઈએ નહી.

Next Story