Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પાયાના કાર્યકર એવા જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસને અપાવશે નવી ઉર્જા ?,જુઓ દિગ્ગજોએ શું કહ્યું

ગુજરાત કોંગ્રેસનાં અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોની વરણી કોંગ્રેસના આગેવાનોએ વરણીને આવકારી

X

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની વરણી કરવામાં આવી છે ત્યારે તેઓની વરણીને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા આવકારવામાં આવી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખની વરણી અંગે ચાલી રહેલ અવઢવ બાદ આજરોજ ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોરની વરણી કરવામાં આવી છે.પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માટે જુથવાદ સામે આવતો હતો જેના કારણે વરણી લાંબા સમય સુધી લંબાઈ હતી હવે જગદીશ ઠાકોરનું નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસનાં આગેવાનોએ તેઓએની વરણીને આવકારી છે. આગેવાનોએ જણાવ્યુ હતું કે જગદીશ ઠાકોર પાયાના કાર્યકર છે તેમને પ્રમુખપદ આપવામાં આવતા કોંગ્રેસની અપેક્ષા પૂર્ણ થશે.

Next Story