અમદાવાદ : નારણપુરની સગીરા સાથે યુવાન બન્યો હેવાન, મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું...

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે.

New Update
અમદાવાદ : નારણપુરની સગીરા સાથે યુવાન બન્યો હેવાન, મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું...

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. વધુમાં વાત કરીએ તો સગીરાને તેના વિસ્તારમાં જ રહેતા 26 વર્ષીય દિનેશ ઉર્ફે વિસ્કી મરાઠી સાથે તેની ગત ઓક્ટોબર મહિનામાં મિત્રતા થઈ હતી.જે બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા યુવકે સગીરાને લગ્નની લાલચ આપી અમદાવાદનાં ગુરુકુળ વિસ્તારની હોટલમાં તેમજ પોતાના ઘરે તેમજ ફ્લેટના ધાબા પર લઈ જઈ મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

Advertisment

11 મી માર્ચના રોજ આરોપી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ચોટીલા લઈ ગયો હતો અને બીજા દિવસે બન્ને ચોટીલાથી પરત અમદાવાદ આવ્યા હતા.. જોકે તેઓ સુભાષ બ્રિજ પાસેથી મળી આવતા ઘાટલોડિયા પોલીસે આરોપી દિનેશ મરાઠીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પોતે પરિણીત હોવાનું ખુલ્યું છે. જોકે આરોપીની પત્ની થોડા સમય પહેલા જ તેને છોડીને જતી રહી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આ મામલે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

Advertisment