Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ

રાજ્યના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. મોટાભાગના શહેરોમાં ગરમી કહેર વર્તાવી રહી છે.

X

રાજ્યના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. મોટાભાગના શહેરોમાં ગરમી કહેર વર્તાવી રહી છે ત્યારે આગામી સમયમાં હજુ પણ ગરમી વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે.ગરમીમાં વગર કામે બહાર ન નીકળવા હવામાન વિભાગે લોકોને સલાહ પણ આપી છે. આકરા તાપમાં કામ વિના ઘરની બહાર જવાનું ટાળજો કારણ કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હાલમાં પણ અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી તો નોંધાઇ જ રહ્યો છે તો આગામી સમયમાં ગરમીમાં હજુ વધારો થઇ શકે છે. અમદાવાદમાં આકરી ગરમી સાથે જ રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે.

Next Story