Connect Gujarat
અમદાવાદ 

"અનોખી લૂંટ" અમદાવાદ સરખેજના ફતેહવાડીમાં ભેંસ ચરાવવા ગયેલા વ્યક્તિ પાસેથી 11 ભેંસની લૂંટ ચલવાઈ

લૂંટના અનેક કિસ્સા સામે આવ્યા છે. જેમાં લોકો સામાન લૂંટી જાય રૂપિયા લૂંટી જાય પરંતુ આ વખતે જે કિસ્સો બહાર આવ્યો તે કંઈક અલગ જ છે

અનોખી લૂંટ અમદાવાદ સરખેજના ફતેહવાડીમાં ભેંસ ચરાવવા ગયેલા વ્યક્તિ પાસેથી 11 ભેંસની લૂંટ ચલવાઈ
X

અત્યાર સુધી તમે લૂંટના અનેક કિસ્સા સામે આવ્યા છે. જેમાં લોકો સામાન લૂંટી જાય રૂપિયા લૂંટી જાય પરંતુ આ વખતે જે કિસ્સો બહાર આવ્યો તે કંઈક અલગ જ સામે આવ્યો છે. અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં ત્રણ ભાઈ પશુપાલકને ગળા ઉપર છરો લગાવીને, ધમકાવીને અગિયાર ભેંસ તેમજ રોકડ રકમ લૂંટી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. લૂંટ કરવા માટે ત્રણ માથાભારે ભાઈઓ આવ્યા હતા. આ ત્રણે ભાઈઓ અગાઉ ભેંસ ચોરીના ગુનાના ઝડપાયેલા છે. લૂંટારૂઓ પાસેથી ભેંસ ખરીદનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જોકે હજુ 13 ભેંસની લૂંટ કરી ગયેલા ત્રણ શખ્સો પોલીસ પકડથી દૂર છે. જેમને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ફતેહવાડી માં આવેલ ભરવાડ વાસમાં રહેતા રણછોડ ભરવાડ સરખેજ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. રણછોડ પંદર ભેંસ તથા પાંચ ગાય ધરાવી પશુપાલન વ્યવસાય કરે છે. રણછોડ તેની આસપાસમાં રહેતા બીજા સમાજના છોકરાઓ સાથે ભેંસ ચરાવવા સાબરમતી નદી કિનારે રોજ સવારે જાય છે. સાંજે ગાયો ભેંસો ચરાવીને પરત ઘરે આવે છે. ઉત્તરાયણના દિવસે રણછોડ એકલો ગાય, ભેંસ ચરાવવા માટે ગયો હતો. રણછોડ સાબરમતી નદીના પટ તરફ બાવળની ઝાડીમાં ઢોર ચરાવવા માટે ગયો હતો. આ દરમિયાન બપોરના બે વાગ્યાની આસપાસ ફતેવાડી માં રહેતો મહંમદ અઝહર ઉર્ફે કાણિયો મણિયાર અને તેના બંને ભાઈ ડેમ અને નદિમ જે આગાઉ ભેંસ ચોરીના ગુનામાં પકડાયેલા છે અને રણછોડ તેમને ઓળખે છે.

Next Story