Connect Gujarat
અમદાવાદ 

અંકલેશ્વર : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-બ્રહ્મ ભગિની સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બહેનો માટે વિવિધ સ્પર્ધા યોજાય...

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ GIDC અંક્લેશ્વર શાખાના બ્રહ્મ ભગિની સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ GIDC અંક્લેશ્વર શાખાના બ્રહ્મ ભગિની સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલ ચાલી રહેલ ગૌરી વ્રત નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ GIDC અંક્લેશ્વર શાખા દ્વારા વિવિધ સ્પર્ધાઓના આયોજન કરવામાં આવ્યા છે, ત્યારે ગત તા. 2 જુલાઈ રવિવારના રોજ અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત માનવ મંદિરના સભાખંડ ખાતે બ્રહ્મ ભગિની સંગઠન દ્વારા બહેનો માટે સ્પર્ધાઓ યોજાય હતી. જેમાં બહેનો માટે મહેંદી સ્પર્ધા, આરતી થાળી શણગાર સ્પર્ધા, શ્લોક સ્પર્ધા, કલર સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા બહેનોની વિવિધ વય મર્યાદામાં યોજાય હતી. આ પ્રસંગે બ્રહ્મ ભગિની સંગઠનના પ્રમુખ ઈલા જોષી સહિત સંગઠનના બહેનો તેમજ મોટી સંખ્યામાં સ્પર્ધક યુવતી અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Next Story