અમદાવાદને મળી વધુ એક ભેટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જ્યાં તેઓ સૌપ્રથમ અમદાવાદની મુલાકાતે આવ્યા છે.

New Update
અમદાવાદને મળી વધુ એક ભેટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. જ્યાં તેઓ સૌપ્રથમ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેઓ તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમણે અમદાવાદ ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે.રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે અમિત શાહ અમદાવાદ સાયન્સ સિટી પાસે આવેલા ભાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. ભાડજના આ ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મૂકાતા રીંગરોડ થી પસાર થતા રોજના 30 હજાર વાહન ચાલકોને ટ્રાફિક થી મુક્તિ મળશે.


સરદાર પટેલ રિંગ રોડ પર આ ઓવરબ્રિજ રૂપિયા 7,333 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. તેની લંબાઈ 1 હજાર મીટર છે. સિક્સ લેનનો આ બ્રીજ 27 મીટર પહોળો છે અને 73.33 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ભાડજ સર્કલ અત્યાર સુધી એસપી રિંગ રોડ પર સૌથી વધુ ટ્રાફિક ધરાવતું સર્કલ હતું. બ્રિજ બન્યા બાદ દરરોજના 21 હજાર ભારે વાહનો સીધા જ ફ્લાયઓવર પરથી નીકળી જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી એટલે કે સોમવારથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, આ દરમિયાન તેઓ 13 કાર્યક્રમોમાં પોતાની હાજરી આપશે. જેમાં તેઓ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. હાલમાં તેમણે ભાડજ ખાતે આવેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. વળી બપોરે બાવળામાં નળકાંઠાના ખેડૂતોના સંમેલનમાં હાજરી આપશે. જે બાદ AMC નિર્મિત સાઉથ વેસ્ટ ઝોન ની કચેરીનું લોકાર્પણ 2140 EWS આવાસ અને શકરી તળાવના રિનોવેશન કાર્યનું ખાતમુહૂર્ત કરશે. બીજા દિવસે મંગળવારે અમિત શાહ ખાનગી મેડિકલ કોલેજ- હોસ્પિટલ નું ખાતમુહૂર્ત કરશે