/connect-gujarat/media/media_files/2025/01/28/s38MvfHlbSu5F3LVLlWx.jpg)
દુષ્કર્મના કેસમાં દોષી સાબિત થતા આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી 31 માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મળ્યા છે. આ જામીનની શરત મુજબ આસારામ તેમના અનુયાયીઓને મળી શકે નહીં.
ત્યારબાદ હવે આસારામ અમદાવાદની મુલાકાતે છે.12 વર્ષ અમદાવાદના મોટેરા ખાતે આશ્રમમાં એન્ટ્રી કરી છે. આ અંગે તેમના અનુયાયીઓને જાણ થતા જ તેઓ મોટેરા આશ્રમમાં પહોંચવા લાગ્યા હતા. આ સ્થિતિમાં ચાંદખેડા પોલીસ એલર્ટ થઈ ગઈ હતી.
જામીન પર છૂટેલા આસારામે કોર્ટના આદેશની અવગણના કરી ગત 25 જાન્યુઆરીએ બનાસકાંઠાના પાલનપુરમાં મોટી સંખ્યામાં અનુયાયીઓને ભેગા કરીને સત્સંગ કાર્યક્રમ યોજ્યો હતો. જ્યાં સમર્થકોની ભીડ વચ્ચે આસારામના ફોટો વાયરલ થયો હતો. જે બાદ પોલીસ દોડતી થઈ હતી. કોર્ટના આદેશની અવગણના અને પોલીસ પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન થતાં હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.